કપાસમાં પ્રથમ સ્પ્રે કઈ દવાનો કરવો | કપાસમાં દવાનો પહેલો રાઉન્ડ
કપાસમાં પ્રથમ સ્પ્રે કઈ દવાનો કરવો?
નમસ્કાર ખેડૂતમિત્રો ખેડૂત હેલ્પ પર આપનું સ્વાગત છે. આજના આ લેખમાં આપણે કપાસના પાકમાં પ્રથમ સ્પ્રે કઈ દવાનો કરવો તેના વિશે વાત કરીશું.
કાપસનો પાક એ ખૂબ જ સંવેદનશીલ પાક છે, જો તેમાં સમયસર યોગ્ય પગલાં લેવામાં ન આવે તો ખેડૂતોને ધાર્યું ઉત્પાદન મળતું નથી. કપાસ 1 મહિના જેટલો થાય એટલે તેમાં ચૂસીયા પ્રકારની જીવાતો અને પાન ખાનાર ઇયળનો પગ પેસારો શરૂ થઈ જાય છે. તેના માટે કપાસમાં પ્રથમ રાઉન્ડ કઈ દવાનો કરવો? ખેડૂતમિત્રો જો તમારા કપાસના પાકમાં સફેદ માખી, લિલી પોપટી, થ્રિપ્સ અને ઇયળ નો એટેક જો શરૂઆતી અવસ્થામાં હોય એટલે કે પાન પર 3થી5 જીવાત હોય તો તમે પ્રથમ સ્પ્રે નીચે જણાવેલ દવાનો કરી શકો છો.
1.મોનોક્રોટોફોસ 36% એસ.એલ (monocrotophos 36% S.L)
ડોઝ - કંપની અનુસાર દવાનું માપ 300 થી 350 મિલી દવા પ્રતિ એકર નું માપ હોય છે. જે 200 લીટર પાણી માં મિક્સ કરી છંટકાવ કરવાનો હોય છે. ઘણા ખેડૂતમિત્રો ને એવો પ્રશ્ન છે કે નાના કપાસમાં આટલું પાણી એકરમા કઈ રીતે છાંટવું, તો ખેડૂતમિત્રો એક એકરમાં નાના કપાસમાં આટલું પાણી છંટકાવ કરવું અશક્ય છે. તેની છંટકાવ માટેની યોગ્ય પદ્ધતી એ છે કે કપાસના પાન સંપૂર્ણ ભીંજાય જાય તે રીતે સ્પ્રે કરવો. જો તમારે એક મહિનાનો કપાસ હોય તો એકરમાં 3 પમ્પ થાય તે રીતે સ્પ્રે કરવો.
જાણીતા નામ -
કઈ કઈ સાઈઝમાં મળે - બજારમાં મોનોક્રોટોફોસ 36% SL 250ml 500ml અને 1000ml સાઇઝમાં ઉપલબ્ધ છે.
2. એસીફેટ 50% + ઇમિડાકલોપરીડ 1.8% એસ પી (acephate 50% + imidacloprid 1.8% S.P)
જાણીતા નામ -
કઈ કઈ સાઈઝમાં મળે - બજારમાં એસિફેટ 50% + ઇમિડાકલોપરીડ 1.8% એસ પી 100 ગ્રામ,250ગ્રામ,500ગ્રામ અને 1000ગ્રામ પેકીંગ સાઇઝમાં ઉપલબ્ધ છે.
કિંમત - માર્કેટમાં 1 કિલો ગ્રામ નું પેકીંગ તમને 700રૂ! થી 800રૂ! મળી રહેશે.
ખેડૂતમિત્રો ઉપરોક્ત બંને દવાઓ સાથે કોઈપણ એક સારી કંપનીનું મિક્સ માઈક્રોન્યુટ્રિયન્ટ છંટકાવ કરવો જેથી કપાસનો ગ્રોથ સારો થાય.
ખેડૂતમિત્રો તમને અમારો લેખ ગમ્યો હોય તો અન્ય ખેડૂતમિત્રોને શેર કરો જેથી તેમને પણ માહિતી મળી રહે.અન્ય કોઈ પ્રશ્ન હોય તો આપ અમારા ફેસબુક ગ્રુપમાં જોડાઓ.
આભાર!


Post a Comment