કપાસ બિયારણ પસંદગી - Kapas Biyaran Pasandagi

 

કપાસ બિયારણ પસંદગી 2023



             કપાસ એ ગુજરાત જ નહિ પરંતુ ભારતભરમાં રોકડીયા પાક તરીકે આગવું સ્થાન ધરાવે છે.ગત વર્ષે 2022 માં ગુજરાતમાં 25.49 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 92 લાખ ટન કપાસનું ઉત્પાદન મળ્યું હતું.કપાસના ભાવ પણ સારા મળી રહ્યા છે; જેથી આવતા વર્ષે 2023 માં કપાસનું વાવેતર પણ વધવાનો અંદાજ છે, ત્યારે કપાસનું સારૂ ઉત્પાદન મેળવવા માટે Kapas Biyaran Pasandagi એક મહત્વનું પાસું છે.

             કપાસ બિયારણ પસંદગી માટે આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

1.જમીન નો પ્રકાર

2.પિયત વ્યવસ્થા

3.શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે કે નહિ

 

1.જમીન નો પ્રકાર

 જમીનના ત્રણ પ્રકાર છે.

ભારે/કાળિ જમીન

જે જમીન ખેડવામાં ખૂબ જ સખત હોય અને રેતીનું પ્રમાણ બિલકુલ ન હોય તેને ભારે/કાળિ જમીન કહેવાય.

●મધ્યમ જમીન

જે જમીન કાળિ પરંતુ તેમાં રેતીનું પ્રમાણ સરખા ભાગે હોય તેને મધ્યમ જમીન કહેવાય.

●હલકી/રેતાળ જમીન

જે જમીન ખેડવામાં ખૂબ જ સરળ હોય અથવા જમીનમાં રેતીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તેને હલકી અથવા રેતાળ જમીન કહેવાય.

 

તમારી વાડીની જમીન ઉપરમાંથી કેવા પ્રકારની છે તેને પરખ કરી તમારી જમીન માટે યોગ્ય બિયારણ પસંદ કરવું.જેમ કે અમુક બિયારણો હલકી અને મધ્યમ જમીન મા સારા થતા હોય છે, જ્યારે અમુક બિયારણો ભારે જમીનમાં સારા થતા હોય છે.



2.પિયત વ્યવસ્થા

કપાસનું વાવેતર કર્યા બાદ તેને પિયત પૂરતા પ્રમાણમાં મળી રહે તેમ છે કે પિયત માત્ર વરસાદ આધારિત જ છે. તે બાબત ધ્યાનમાં રાખવી પણ અગત્યની છે.

જો પિયત માત્ર વરસાદ આધારિત હોય તો બિન-પિયત અને વહેલા પાકતી જાત કપાસ બિયારણો પસંદ કરવા.

જો પિયત ની વ્યવસ્થા હોય તો પિયત જાત માં વહેલી અથવા મોડી પાકતી જાત જરૂર મુજબ પસંદ કરવા.


3.શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે કે નહીં

કપાસનું વાવેતર કરવાનું હોય તથા પિયત ની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય અને શીયાળામાં અન્ય પાકનું વાવેતર કરવાનું હોય, તો પિયત આધારિત વહેલી પાકતા કપાસ બિયારણ પસંદ કરવા.અને જો શિયાળુ પાકનું વાવેતર કરવાનું ન હોય તો પિયત આધારિત મધ્યમ અથવા મોડી પાકતી કપાસ બિયારણ જાત પસંદ કરવી.જેથી કપાસનું વધારે ઉત્પાદન મેળવી શકાય.


ખાસ નોંધ- ડુપ્લીકેટ બિયારણોથી ચેતજો.માત્ર સરકાર માન્ય બિયારણ ખરીદવાનો જ આગ્રહ રાખો.


સાર

ખેડૂત મિત્રો જો આપ ઉપરના મુદ્દા ધ્યાનમાં રાખી બિયારણની પસંદગી કરશો તો ચોક્કસથી કપાસ પાકનું મહત્તમ ઉત્પાદન મેળવી શકશો.છતાં પણ બિયારણની ખરીદી કરતી વખતે એગ્રો પરથી અથવા કૃષિ ડોક્ટર પાસેથી ઉપરના મુદ્દા ધ્યાનમાં રાખી બિયારણની માહિતી અવશ્ય મેળવો.

          જો આ લેખ તમને ઉપયોગી લાગ્યો હોય, તો બીજા ખેડૂત મિત્રો ને શેર કરવા વિનંતી!


ટિપ્પણીઓ નથી

TommyIX દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.