આઈ ખેડૂત પોર્ટલ 2023 - I-khedut portal

   

     સરકાર દ્વારા ખેડૂતોને ખેતીવાડીના સાધનો ખરીદવા માટે આર્થિક સહાય મળી રહે તેવા હેતુથી I-khedut portal શરૂ કરવામાં આવ્યું છે.ગુજરાત સરકારે ખેતીવાડી, બાગાયત, પશુપાલન, જળ અને જમીન સંરક્ષણ, મત્સ્યોદ્યોગ માટે ઘણીબધી યોજનાઓ અમલમાં મૂકી છે, જેની માહિતી આઈ ખેડૂત પોર્ટલ પરથી જ મળી રહે છે.


આઈ ખેડૂત પોર્ટલ(I-khedut portal)નો હેતુ

       ગુજરાત રાજ્યના બધાં જ ખેડૂતોને સરકારી યોજનાઓ નો લાભ મેળવવામાં સરળતા રહે તે આઈ ખેડૂત પોર્ટલનો મુખ્ય હેતુ છે.કોઈપણ યોજનાનો લાભ લેવા ખેડૂત સરળતાથી આ પોર્ટલ પરથી જ ઓનલાઇન કરી શકે છે અને અરજીનું સ્ટેટ્સ પણ જાણી શકે છે. યોજનાઓનો લાભ મેળવવા કોઈ સરકરી કચેરીએ જવાની જરૂર રહેતી નથી.

આઈ ખેડૂત પોર્ટલ (I-khedut portal) પર અરજી કરવાની શરતો

     ●અરજદાર ખેડૂત ગુજરાતનો કાયમી વતની હોવો જોઈએ.
     ●અરજદારનો મુખ્ય વ્યવસાય ખેતી હોવો જોઈએ.
     ●ખેડૂતનું પોતાનું બેન્ક ખાતું હોવું જરૂરી છે.
     ●જે યોજનામાં અરજી કરવાની હોય તે અનુસાર તમામ સાચા દસ્તાવેજોની વિગતો આપવી અનિવાર્ય છે.

આઈ ખેડૂત પોર્ટલ (I-khedut portal) પર અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

     ●આધારકાર્ડ
     ●બેન્ક પાસબુક
     ●7/12 
     ●રેશનકાર્ડ
     ●ચાલુ મોબાઈલ નંબર

આઈ ખેડૂત પોર્ટલ (I-khedut portal) પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

સૌપ્રથમ અરજદાર ખેડૂતે I-khedut portal ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટ નું હોમ પેજ નીચે મુજબ દેખાશે.
જેમાં તમારે "યોજનાઓ" પર ક્લિક કરવું

ત્યારબાદ નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે.જેમાં અલગ-અલગ વિભાગની ખેડૂત યોજનાઓ જોવા મળશે, તેમાથી તમારે જે વિભાગની યોજનાનો લાભ લેવાં ઇચ્છતા હોય તેની સામે "વિગતો માટે અહી ક્લિક કરો"  પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમે પસંદ કરેલ વિભાગની યોજનાઓના ઘટકો નું લિસ્ટ આવશે, જેમાંથી તમારે જે ઘટક માટે અરજી કરવાની હોય તેની સામે "અરજી કરો" પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલું છે, જેમાં તમારે 'હા' અથવા 'ના' પસંદ કરી આગળ વધો પર ક્લિક કરવું.

ત્યારબાદ તમારે "નવી અરજી કરવા ક્લિક કરો" પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ અરજી ફોર્મ ખુલશે જેમાં જરૂરી વિગતો ભરી છેલ્લે કેપ્ચા કોડ ભરવો અને ત્યારપછી "અરજી સેવ કરો" પર ક્લિક કરી અરજી સેવ કરો.

અરજી સેવ કર્યા પછી "અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો"
પર ક્લિક કરી અરજી કન્ફર્મ કરવી અને ત્યારબાદ "અરજી પ્રિન્ટ કરો" પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાય છે.

ટિપ્પણીઓ નથી

TommyIX દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.